આ ભજીયા કુંભણ ગામની ખૂબ જ પ્રચીલીત વાનગીઓ માં નુ અતિ-પ્રસિદ્ધ એક છે. તેથી જ આ ભજીયા ‘કુંભણીયા ભજીયા’ તરીકે પ્રચલિત થયા છે.

કુંભણીયા ભજીયા
સામગ્રી:
૫૦૦ ગ્રામ ચણાનો ઝીણો લોટ
૫૦૦ ગ્રામ લીલાં મરચાં (સ્વાદ મુજબ તીખાં)
૨૫૦ ગ્રામ કોથમીર
૨૫૦ ગ્રામ લીલું લસણ

૧૦૦ ગ્રામ આદું
૧ આખા લીંબુનો રસ
મીઠું સ્વાદ અનુસાર

કુંભણીયા ભજીયા બનાવવાની રીત:
આ બધી સામગ્રી મિક્ક્ષ કરી જરૂર પ્રમાણે પાણી ઉમેરી થોડુંક કઠણ ખીરૂં તૈયાર કરો. ત્યાર પછી તેલ ગરમ કરવા મુકો. ધ્યાનમાં રાખો કે આ ભજીયાં બનાવવા માટે તેની તરકીબ જ સૌથી મહત્વની છે. તેથી તૈયાર કરેલા ખીરાંને હાથમાં મૂટ્ઠી ભરી આંગળીઓને હથેળીમાં ફેરવતા જઈ ગરમ તેલમાં ઝીણાં-ઝીણાં બુંદી કરતા સહેજ મોટા ડપકાં મૂકતાં જાવ.

આ ભજીયાંનો સામાન્ય રીતે કોઈ જ આકાર નક્કી નથી હોતો. પરંતુ ચોક્કસ ધ્યાનમાં રાખો કે ભજીયાની કદ માં કોઈ મોટો ફેરફાર ન પડે. નહિંતર વધુ નાના કદનાં ભજીયા કડક અને વધુ મોટા કદ ના ભજીયા અંદરથી કાચા જ રહેશે. તળાઈ જાય એટલે ગરમાગરમ ભજીયાને મરચાં કે કઢી સાથે પીરસો. આ ભજીયા કુંભણ ગામની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. તેથી જ આ ભજીયા ‘કુંભાણીયા ભજીયા’ તરીકે પ્રખ્યાત થયા છે.

The post આજે જ બનાવો ચટાકેદાર કુંભણીયા ભજીયા, જાણો એની ખાસિયત…લોકો રહી જશે આંગળા ચાટતા appeared first on રોજ ની ખબર.