ડોકટરે તેની દીકરી ની 'એસ.યુ.વી' ગાડીમા ગાય નુ છાણ લીપી આપી વિદાય, કારણ જાણી તમે પણ પ્રશંશા કરશો - GujHub

Gujarat News

Breaking

મંગળવાર, 28 જાન્યુઆરી, 2020

ડોકટરે તેની દીકરી ની 'એસ.યુ.વી' ગાડીમા ગાય નુ છાણ લીપી આપી વિદાય, કારણ જાણી તમે પણ પ્રશંશા કરશો



મિત્રો, પ્રાચીન સમય મા આપણા વડીલો જે અમુક વસ્તુઓ નો ઉપયોગ કરતા હતા તેની પાછળ ઘણા કારણો જોડાયેલ રહેલા હતા. પરંતુ આપણ ને હવે વડીલો ની વાતો માનવી તો ગમતી નથી. પરંતુ શું તમે જાણો છો કે, તેમની જીવનશૈલીમા તેઓ જે પણ કામ કરતા અથવા તો પ્રવૃતિઓ કરતા તેની પાછળ કોઈ ને કોઈ વૈજ્ઞાનિક મહત્વ નીકળતુ હતું. જેને હાલ આપણે આધુનિકતા નુ નામ આપીએ છીએ. આપણા વડીલો ના તે પ્રયોગો ખરેખર તો જીવન ને સુરક્ષિત કરવા માટે ના જ હતા. તો આજ ના આ આર્ટીકલ મા અમે તમને એવા જ એક ઉપાય વિશે જણાવશું, કે જેના વિષે જાણીને તમને આશ્ચર્ય થશે.



તમે તમારા સગા સંબંધીઓ ના લગ્ન અવસર મા ગયા હશો અને ત્યાં તમે વરરાજા ની કાર ને જુદી-જુદી રીતે શણગારેલી પણ જોઈ જ હશે પણ ક્યારેય આ રીતે નહીં જોઈ હોય. તમે લગ્ન મા ફૂલો થી શણગારેલી કાર મા નવવધુ ને મોકલતા જોઈ હશે, પરંતુ ક્યારેય ગાય ના છાણ થી લીપેલી ગાડી મા કોઈ નવવધુ ની વિદાય જોઈ છે? આ પ્રશ્ન નો જવાબ મોટેભાગે ના જ હશે. આ સાથે જ આ તસ્વીરો જોતા તમે કહેશો કે કેમ આમ કોઈ મોંઘી ‘એસ યુ વી’ કાર ને ગાય નુ છાણ લગાડી ને દીકરી ને વિદાય આપે ખરા?



હા આ વાત એકદમ સાચી જ છે, વાત થાય છે મહારાષ્ટ્ર ના મરાઠાવાડા ની કે જ્યાં એક ડોક્ટરે પોતાની દીકરી ની વિદાય માટે ગાય ના છાણ થી લીપણ કરેલી ગાડી નો ઉપયોગ કર્યો છે. આ કિસ્સા વિશે જો વિસ્તાર થી વાત કરીએ તો આ વ્યક્તિ પોતે વ્યવસાય થી ડોક્ટર તેમજ વૈજ્ઞાનિક છે અને તેનું નામ ડો.નવનાથ દુધાલ છે. તેમણે મુંબઈ ની ટાટા રિસર્ચ દવાખાના મા ઘણા વર્ષો સુધી કામ કર્યું છે. મે ૨૦૧૯ મા જ્યારે આખો દેશ સખત ગરમી મા જજૂમી રહ્યો હતો ત્યારે આ ગરમી મા રાહત માટે તેઓ પોતાની ગાડી નુ એસી વાંરવાર વધારતા.



આ રીતે વારંવાર પોતાની ‘એસ યુ વી’ કાર ના એસી ને ફાસ્ટ કરવા છતાં પણ તેમને ગરમી તો સહન કરવી જ પડતી પરંતુ જ્યારે તેઓ આ દવાખાના મા થી નિવૃત થયા ત્યારબાદ તેમને ઘણા પ્રયોગો કર્યા અને તેમા નો એક આ નવીન પ્રયોગ છે. હોસ્પિટલ માથી નિવૃત્ત થયા બાદ તે સામાજિક કાર્યકર્તા રાજીવ દિક્ષિત થી ઘણા પ્રેરિત થયા અને તેમને ઉસ્માનાબાદ ની એક ગુરુકુલ ગૌશાળા ની શરૂઆત કરી અને ત્યારબાદ તેમણે ગાય ના છાણ ઉપર સંશોધન નુ કાર્ય શરૂ કર્યું.



આ સંશોધન વખતે તેમને જાણવા મળ્યું કે ગાય નુ છાણ બહાર ના તાપમાન ને ઘટાડવા મા સક્ષમ છે અને આ જ કારણોસર તેમને પોતાની ‘એસ યુ વી’ કાર ઉપર ગાય ના છાણ નુ લીપણ કર્યું હતું. આ સાથે જ તે વધુ જણાવતા કહે છે કે આ લીપણ માટે તેમને આશરે ૩૦ કિલો ગાય ના છાણ ની જરૂર પડી હતી અને તે પોતે એવો દાવો પણ કર્યો હતો કે આ રીત થી ઉનાળા મા તેમને કાર નુ તાપમાન ઘટાડવા માટે એસી નો વધુ ઉપયોગ પણ નહોતો કરવો પડ્યો.



આ સાથે જ તેમનું એવું પણ માનવું છે કે ઉનાળા મા આ રીતે જો ગાય ના છાણ નો ઉપયોગ કરવામા આવે તો તેના થી વાહન ઝડપ થી ઠંડુ થવા લાગે છે અને સાથોસાથ શિયાળા મા વાહન મા ઠંડી પણ ઓછી લાગે છે. એટલું જ નહીં તેમણે જણાવ્યું કે આ રીતે છાણ ના પ્રયોગ બાદ આશરે છ મહિના સુધી તેને ધોવું પણ નથી પડતું. જેના લીધે રોજ નુ ૨૦ લિટર જેટલું પાણી ની પણ બચત થાય છે. જો આ મુજબ મહિના નો હિસાબ કરીએ તો આશરે ૬૦૦ લિટર પાણી ની બચત થાય છે.



આ પ્રયોગ કર્યા બાદ તેમણે આવા બીજા ઘણા પ્રયોગો પણ કરી જોયા છે. આ ગાડી સિવાય તેમને પોતાના મોબાઈલ ના કવર ઉપર પણ આ રીતે ગાય ના છાણ નુ લીપણ કર્યું છે. માત્ર એટલું જ નહીં તેમણે પોતાની ગાડી મા છાણ થી નિર્મિત એક ગણેશ ભગવાન ની મૂર્તિ પણ રાખી છે. આ સાથે જ તેમણે દાવો પણ કર્યો છે કે આ છાણ ના ઉપયોગ થી મોબાઇલ ના રેડિયેશન થી બચી શકાય છે તેમજ કાર મા સકારાત્મક ઉર્જા બની રહે છે.





Post Views:
15



Pages