
મોટેભાગે માણસો ને જ્યારે તેમના પેટ ઉપર ચરબી ના થર જુવે છે તો ત્યારે તમને ઘણી શરમ નો અનુભવ થતો હોય છે માત્ર આટલું જ નહીં પણ તે પોતાના પેટ ને સપાટ કરવા માટે કંઈપણ કરવા તૈયાર થઈ જાય છે. આવા વ્યક્તિઓ પાવર યોગા થી લઈ ડાયટ-જીમ દરેક વસ્તુ નુ અનુસરણ કરે પરંતુ જોઈતું પરિણામ ના મળતા તેઓ નિરાશ થઇ જતા હોય છે. આજ ના આ આર્ટીકલ મા અમે તમને અમુક એવા આયુર્વેદિક સુપરફૂડ્સ અંગે માહિતગાર કરાવશું કે જે ન કેવળ તમારા વજન ઘટાડશે પરંતુ તમારા પેટ પર જામેલી ચરબી ને પણ ઓછુ કરશે. આ વસ્તુઓ ના સેવન થી તમારુ મેટોબોલિઝ્મ પણ સારું રેહશે.
આંબળાઃ આ આંબળા માનવ શરીર ના મેટાબોલિઝ્મ ને સારું બનાવે છે. તેના નિત્ય સેવન થી શરીર મા બનતા ટોક્સિન એટલે કે ઝેરી તત્વો શરીર ની બહાર નીકળી જાય છે. આ સિવાય શરદી-ખાંસી, ચાંદા તેમજ પેટ ના ચેપ જેવા રોગો થી પણ મુક્તિ અપાવે છે. માત્ર આટલું જ નહીં પરંતુ તેના થી બેક્ટેરિયા તેમજ ફંગલ ઈન્ફેક્શન સામે લડવા ની તાકાત પણ મળે છે. આ સાથે જ શરીર ની રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેના રસ, મુરબ્બો, ચટણી અથવા તો અથાણું બનાવી ને પણ ખાઈ શકાય છે.

મેથીઃ આ મેથી મા મળી આવતા એન્ટી-ઓક્સીડેન્ટ ના ગુણધર્મો માનવ શરીર ના મેટાબોલિઝ્મ ને સુધારવા નુ કામ કરે છે. વજન ને ઘટાડવા માટે તેનો ઉપયોગ વધુ થાય છે. આ સાથે જ મેથી ની ભાજી પણ એટલી જ અસરકારક સાબિત થાય છે. મેથી ની ભાજી મા ડાયટ્રી ફાઈબર ભરપૂર માત્રા મા હોવા થી તે માનવ શરીર ના પાચનતંત્ર ને મજબુત બનાવી ને વજન ઓછું કરે છે.

ત્રિફળાઃ આ ત્રિફળા શબ્દ નો જો શાબ્દિક અર્થ જોવા જઈએ તો ત્રિફળા એટલે ત્રણ ફળો નુ મિશ્રણ અને જેમાં હરડે, બેહડ તથા આંબળા નો સમાવેશ થતો હોય છે. આ ત્રિફળાચૂર્ણ નુ નિત્ય સેવન કરવા થી વજન ઘટે છે તેમજ પેટ પર જામેલી ચરબી ના થર માખણ ની જેમ ઓગળવા લાગે છે. આ સિવાય તેના થી કબજિયાત ની તકલીફ પણ દૂર થાય છે. માત્ર એક ચમચી ત્રિફળાચૂર્ણ ને નવશેકા પાણી મા દસ મિનિટ સુધી રાખ્યા બાદ, આ પાણી નુ સેવન કરવું જોઈએ.

ગાજરઃ હાલ શિયાળા ની શરૂવાત થઇ ચુકી છે અને બજાર મા ગાજર પણ મળવા લાગ્યા છે તો બને તેટલા ગાજર નુ સેવન કરવું જોઈએ. આ માટે તમે ગાજર નો સલાડ અથવા તો જ્યૂસ બનાવી ને પણ લઈ શકો છો. આ ગાજર મા ભરપૂર માત્રા મા ફાઈબર હોય છે અને જે વાંરવાર ભૂખ લાગવા ની સમસ્યા ને દૂર કરે છે. આ સાથે જ ગાજર ના સેવન થી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. આ ગાજર મા કેલરી ઓછી તેમજ ફાઈબર વધુ હોવા ને લીધે તે વધતા વજન અટકાવે છે.

બીટઃ આ બીટ નુ જ્યૂસ પણ ઘણું લાભદાયી સાબિત થાય છે. તેમાં ભરપૂર પ્રમાણ મા ફાઈબર હોવા થી તે શરીર મા રક્ત કોષો ની વૃદ્ધિ કરે છે અને શરીર મા રક્ત ની માત્રા વધે છે. આ સાથે જ તેના સેવન થી ભૂખ પણ લાગતી નથી. જેના પરિણામ સ્વરૂપ તમે ભૂખ લગતા બીજું કશું જ ખાતા નથી અને વજન નિયંત્રિત રહે છે.

એક ખાસ નોંધઃ માત્ર આ ઉપરોક્ત દર્શાવેલ ફૂડ્સ લેવા થી વજન ઘટે તેવું શક્ય નથી કેમ કે દરેક માણસ અલગ-અલગ પ્રકૃતિ ધરાવતો હોય છે અને તેની પ્રકૃતિ પ્રમાણે આ ફૂડ્સ ની સાથોસાથ ડાઈટીંગ તેમજ થોડી હળવી કસરતો કરવી પણ અતિ આવશ્યક છે. આ સિવાય જો ઉપરોક્ત દર્શાવેલ કોઇપણ ફૂડ્સ તમને માફક ન આવતુ હોય તો તેના સેવન નો પ્રયાસ ન કરવો.
Post Views:
23