શું કોઈ સ્ત્રી નો મિત્ર કોઈ પુરુષ ના હોઈ શકે? વાંચો સમાજની માનસિકતાની ખુબ જ સરસ વાત... - GujHub

Gujarat News

Breaking

મંગળવાર, 28 જાન્યુઆરી, 2020

શું કોઈ સ્ત્રી નો મિત્ર કોઈ પુરુષ ના હોઈ શકે? વાંચો સમાજની માનસિકતાની ખુબ જ સરસ વાત...







આપડો સમાજ રૂઢીચુસ્ત વિચાર ધરાવતો સમાજ છે. સ્ત્રી-પુરુષની મૈત્રીને જેટલી સ્વભાવિક માનવામાં આવે એટલી એ મૈત્રી સરળ રીતે સ્વીકારાય નથી. પત્નીનો પુરુષમિત્ર કે પતિની સ્ત્રીમિત્ર પોતાના જીવનસાથીને નહીં ગમે એમ માનીને છુપાવવાને બદલે એકવાર એની ઓળખાણ કરાવીને એને સંપૂર્ણપણે નોર્મલ સંબંધ તરીકે ઓળખાવી જુઓ એક પ્રામાણિક મૈત્રી થી કદાચ યુગલ જ નહીં,સમાજ પણ એક નવી દષ્ટિએ જોશે !!



આપડી પૌરાણિક કથાઓમાં આવતા કૃષ્ણ અને દ્રોપદીની મૈત્રી જેવી મૈત્રીઓ આપણી ખુદ નાં જીવનમાં કે આપણી આસપાસ કદાચ વિખરાયેલી પડી હશે. પરંતુ, આ સમાજ એને એટલી આસાનીથી મૈત્રી તરિકે સ્વીકારવા તૈયાર જ નથી થતો.



અને તેની પાછળનું કારણ છે સમાજની એવી એક માનસીકતા કે જેમાં એક સ્ત્રીનો કોઈ પુરુષ મિત્ર ણ હોવો જોઈએ અથવાતો ના હોઈ શકે કેમકે સમાજ એવું માને છે કે ક્યારેય કોઈ પરિણીત સ્ત્રી કે પુરુષ ને અન્ય સ્ત્રી કે પુરુષ મિત્ર હોવો એ તેના જીવન સાથી સાથે કરવામાં આવતો એક છલ છે. મારે ખાલી આ સમાજના લોકોને એટલુજ પુચવું છે કે કેમ શા માટે કોઈ સ્ત્રીને પુરુષ મિત્ર ના બની શકે?





Post Views:
6





Pages