
દોસ્તો આજે દરેક વ્યક્તિ સુંદર દેખાવા ઈચ્છે છે. પરંતુ સુંદરતાની બાબતમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સુંદરતા તમારા ચહેરા પર નહીં પરંતુ સામેવાળા વ્યક્તિના જોવા ની આંખો માં હોય છે. દરેક વ્યક્તિ પોતાની રીતે સુંદર દેખાવા પ્રયત્ન કરતો હોય છે. લોકો માર્કેટમાં મળતી અલગ-અલગ કેમિકલ વાળી પ્રોડક્ટ નો ઉપયોગ કરીને પોતાના ચહેરાને સુંદર બનાવવા માટે પ્રયાસ કરે છે, પરંતુ તમને જણાવી દઇએ કે આ તમારી સુંદરતા સામેવાળાની કેવી એન્ટ્રી પાડો તો તેના પર નિર્ભર કરતી નથી. આવું જ કંઈક બન્યું હતું કમલા નામની એક કામવાળી બાઈ સાથે. એની જિંદગી રાતોરાત બદલાઈ ગઈ હતી. અત્યારે તે એક ફેશન ડિઝાઇનર ની નજરે પડે છે.

કમલા નામની સ્ત્રી કામવાળી તરીકે કામ કરતી. એક દિવસ કોઈના ઘરે કામ કરવા માટે ગઈ હતી. એવામાં જાતે કામ કરતી હતી તેની બાજુમાં રહેતા એક પાડોશી ની નજર તેના પર પડી. તે પાડોશી ફેશન ડિઝાઈનર હતી. જેનું નામ મનદીપ નેગી હતું. તમને જણાવી દઈએ કે મનદીપ નેગી નું શેડ્સ ઓફ ઇન્ડિયા વાળું મોડલ લોકપ્રિય બની ચૂક્યું છે. તે પોતાના આ મોડલ માટે એક એવી સ્ત્રી ની શોધ કરી રહી છે કે જે ને તે મોડેલ બનાવી શકે. તે હંમેશા એક નવા ચહેરાની શોધમાં હોય છે.તે તેના ફેશન માટે એવા લોકો શોધતી રેહે છે. જે પ્રોફેશનલ મોડલ ન હોય. તેની પાછળ નું કારણ એ છે કે મનદીપ ઈચ્છતી હતી કે તે જે પણ વ્યક્તિ ને પસંદ કરે તે આ કપડા ને પહેરી ને કેમેરા ની સામે સશક્ત મહેસુસ કરે.

તેથી જ જ્યારે તેની નજર બાજુનાં ઘરમાં કામ કરતી કામવાળી બાઈ પર ગઈ ત્યારે તેને લાગ્યું કે મારી આતુરતાનો અંત આવી. તેને પોતાના નવા કનેક્શન માટે કમલા નામવાળી કામવાલી બાઈ પરફેક્ટ લાગી. એવામાં તેમણે કમલા ને પોતાના નવા કલેક્શન માં મોડલ બનવા ની ઓફર આપી. તેણે આ ઓફર ને સાંભળી ને પહેલા તો એ સંકોચ કરવા લાગી, પરંતુ પછી તેમણે હા પડી.

ત્યારબાદ તેણે કમળા સાથે વાત કરી અને કમલા ફેશન ડિઝાઇન માટે તૈયાર થઈ, ધીમે ધીમે મેકઓવર કરવામાં આવ્યું. પછી જે પરિણામ આવ્યું તે જોઈને બધા લોકો ચોંકી ગયા. કમલા એક આકર્ષક મોડલ બની ચૂકી હતી. ખાસ વાત તો એ છે કે કમલાને આત્મવિશ્વાસ હતો કે તેના પર જે પણ કપડાં પહેરવામાં આવશે તે ખૂબ જ સારા લાગશે. એના બધા ફોટા માં એક સાદગી અને કોન્ફિડેન્સ બંને નજર આવ્યું. જોત- જોતા માં તે મીડિયા ની નજર માં આવી અને આવી રીતે કમલા ની જિંદગી માં એક ખુબ મોટો અને સારો બદલાવ પણ આવી ગયો.

કમલા ને જોઈને તેની સાથે જોડાયેલા લોકો પણ વિશ્વાસ કરી ન શકતા હતા કે આ સ્ત્રી છે કે જે ઘરે ઘરે જઈને કામવાળી બાઇ તરીકે કામ કરતી. પરંતુ પોતાની સુંદરતાના કારણે આજે તે એક ગ્રેટ મોડેલ બની ચૂકી છે. જો તમે કોઈ કાર્ય આત્મવિશ્વાસ સાથે કરો છો તો તે કાર્યમાં હંમેશા તમને સફળતા મળે છે.

Post Views:
9